Saturday, 26 November 2016

Still in grip of British 'rules'?

આધુનિક સમય ની આપણી આઝાદી ને મળે ઘણા વરસો થયા પરંતુ શું આપણે ખરા અર્થ માં બ્રિટીશ વિચારો માં થી મુક્તિ મેળવી છે? આ જવાબ તો તમે આપી શકો , હું અહીં થોડા ઉદાહરણ પ્રસ્તુત કરું છું.

1. રાજકોટ ની એક નામાંકીત રેસ્ટોરન્ટ માં અમે મિત્રો તથા પરિવાર ઘણી વખત જમવા જઇયે, એમના નિયમો મુજબ ત્યાં નો સ્ટાફ વ્યવસ્થિત ધ્યાન આપે. નવાઈ એ વાત ની લાગી કે જયારે મારી સાથે એક યુરોપિયન મહાનુભાવ ને સાથે લઇ ગયો તો એમને અડધો સ્ટાફ ડીશ ના ટેસ્ટ થી લઇ હોટેલ ના માહોલ સુધી નું પૂછવા આવવા લાગ્યો. મને એ નહી સમજાતુ કે એમના માટે તો બધા લોકો કસ્ટમર જ છે તો આ રીતે કોઈ ને અલગ થી પરોણાગત કરવી એ શું ગુલામી વાળી માનસીકતા નથી?

2. આજે એક સવાલ નો જવાબ તો કોઈ નહિ આપી સકતું કે મીટીંગ માં જવું હોય તો બ્લૅઝર પહેરવાનુ કેમ ફરજિયાત છે? અહીં ઉનાળા ની ભયંકર ગરમી માં પણ લોકો બ્લૅઝર પહેરી ને શું દેખાડો કરવા માંગે છે એ જ નહિ સમજાતું! કદાચ મન માં થી બ્રિટીશ બાબુ ઓ ને ખુશ કરવાના વિચારો માં થી આઝાદી મળી નહી. આજે સામાન્ય કપડાં પહેરનાર ને અસભ્ય ગણવા મા આવે છે. વગર કારણ એ લોકો પોતાને બ્રિટિશ સામ્રાજ્ય ના સભ્યો બતાવવા મથી રહ્યા છે.

3. ઇંગ્લીશ ભાષા સાથે મને કોઈ જ તકલીફ નહિ, હું પણ એનો ખુબ પ્રયોગ કરૂ છુ. પરંતુ સામાન્ય વાત ચીત ના માધ્યમ તરીકે હું ગુજરાતી તથા હિન્દી ને ઉપયોગ કરવામાં સંકોચ અનુભવતો નથી. પણ હસવું ત્યારે આવે કે જયારે સામાન્ય જ્ઞાન માં દારિદ્રતા સાબીત કરેલા આપણા કેટલાક કહેવાતા સુપરસ્ટાર અંગ્રેઝી સિવાય ની ભાષા માં વાત કરવાની અસમર્થતા દર્શાવે. આખરે શું નાનપ લાગે છે લોકો ને પોતાની ભાષા માં વાત કરતા? અહીં વિરોધ ભાષા નો નહિ, માનસિકતા નો છે. પોતાને ફક્ત અંગ્રેઝી ભાષા જ આવડે એ ખોખલા વ્યવહાર નો વિરોધ છે.

આ થોડા ઉદાહરણો જે મેં અનુભવ્યા છે એના પર થોડી વાત જણાવી સાથે એ પણ મહત્વ નું છે કે આજે ગુજરાતી ભાષા માં ખરેખર વાંચવા જેવા લેખકો ખુબ થોડા છે. તો સાથે નવીનતા ભર્યા કામ શીખવે એવા વિચારકો પણ ઓછા થતા જાય છે.
આપણે ભારતીય છીએ એ વાત નો જ્યાં સુધી અપને ગર્વ નહિ કરીયે ત્યાં સુધી આપણે એક બ્રિટિશ કોલોની જ બનેલા રહેશુ આપણા મન થી તો. આજે જરૂર છે પોતાને પોતાના મૂળ સાથે જોડાઈ ને ભવિષ્ય ને મજબૂત કરવાની. કળા હોય કે વિજ્ઞાન આપણે નવી દિશા માં ચાલીયે, કોઈ નું આંધળું અનુકરણ અર્પણ ને ક્યાંય નહિ લઇ જાય. દુનિયા સાથે ચાલવા ઘણી ભાષા ઘણી સંસ્કૃતિ નું જ્ઞાન હોવું જરૂરી છે પણ કોઈ જેવું બની જવું એ મૂર્ખતા ની નિશાની છે.
મને તો ગર્વ છે મારા દેશ અને એની રંગબેરંગી સંસ્કૃતિ પર. હું કોશીષ કરું છું કે કૈક એવું કરીયે કે દેશ આગળ વધે ને દુનિયા માં લોકો આપણ ને કોપી કરે. આ વિશે આપનું શું માનવું છે એ જરુર થી કહેજો.